<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ તળાજામાં 656 રૂપિયા સુધી બોલાયો: જાણો 21 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 15,867.35 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 12,655.57 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટ યાર્ડમા 656 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 500 રૂ. અને નીચો ભાવ 150 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 650 રૂ., ભુજમાં 640 રૂ., મહુવામાં 630 રૂ., સુરતમાં 610 રૂ., ગોંડલમાં 601 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 12,655.57 ટન ડુંગળીની આવક થઇ છે.

(9:01 PM IST)