<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

સુરત મનપાના કચરાના ડમ્પરે મોપેડ સવાર વિદ્યાર્થિનીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

માઈક્રો બાયોલૉજીનો અભ્યાસ કરતી શ્રેયા કૉલેજથી ઘરે જતી હતી ત્યારે ડમ્પરે ટક્કર મારતા મોતને ભેટી

સુરતમાં અડાજણ વિસ્તારમાં મનપાની કચરાની ગાડીએ મોપેડ સવાર વિધાર્થિનીને અડફેટે લેતા વિધાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. બીજી તરફ વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વિધાર્થીની કોલેજમાં માઇક્રોબાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી

મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા સ્થિત ડાયમંડ નગર ખાતે 22 વર્ષીય શ્રેયા જિતેન્દ્રભાઈ સારંગ માતા અને ભાઈ સાથે રહેતી હતી તેના પિતાનું વર્ષ 2012માં અવસાન થઇ ગયું છે. શ્રેયા અઠવા લાઇન્સ વિસ્તારની કોલેજમાં માઇક્રો બાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. અને ચાલકને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(9:18 PM IST)