તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી GDPના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયાનું જણાવ્યું

ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ છે, ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થવાનું જણાવ્યું છે. GDPના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયાનું જણાવ્યું છે. ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ છે
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી લખ્યું કે, NCAER ના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ મને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે તેના દેવાથી GSDP ગુણોત્તરમાં 4.5% ઘટાડો કર્યો છે, જે ભારતના તમામ મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને રાજકોષીય સમજદારીનો પુરાવો છે . કોઈપણ રાજ્ય કે દેશ ઉપર દેવું હોવું એ આજકાલની વાત નથી. માણસ જ્યારથી અર્થનીતિ સમજતો થયો છે ત્યારથી દેવું અસ્તિત્વમાં છે, માત્ર તેના સ્વરૂપ બદલાય છે. 2024માં વિધાનસભામાં રજૂ થયેલા આંકડાને સાચો માનીએ તો રાજ્યની માથે 4 લાખ 17 હજાર કરોડથી વધુનું કરજ. સરકાર વિકાસ કરે તો દેવું થાય એવું પણ એક કારણ સામે આવ્યું હતું જો કે, આ વખતે બજેટ પહેલા દેવાને લઈ રાહત જનક આંકડા સામે આવ્યા છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
