News of Friday, 14th February 2025
સુરતમાં લૂંટ વિથ ગેંગરેપ :પરણિતા સાથે દુષ્કર્મ કરનારા બે આરોપીઓમાંથી એક આરોપી ભાવનગરથી ઝડપાયો
પુણા વિસ્તારમાં પતિને બંધક બનાવીને પરિણીતા પર બે શખ્શોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ચપ્પુની અણીએ લૂંટ પણ ચલાવી હતી.

સુરતના પુણા વિસ્તારમાં પતિને બંધક બનાવીને પરિણીતા પર બે શખ્શોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ચપ્પુની અણીએ લૂંટ પણ ચલાવી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે એક આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યો છે.
સુરતના પુણા ગામ વિસ્તારમાં રાત્રિના સમયે આ ઘટના બની હતી. બે શખ્શોએ ઘરનો દરવાજો ખટકાવ્યો હતો અને દરવાજો ખોલતા જ બે શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ધમકાવી પતિને બંધક બનાવ્યો હતો જે બાદ મહિલાને અગાસી પર લઈ જઈ વારાફરતી બંને શખ્શોએ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ચપ્પુની અણીએ રોકડા રૂપિયા 30 હજાર અને બ્રેસલેટની લૂંટ પણ ચલાવી હતી. ચકચારી આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ મામલે પોલીસે આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમ્યાન પોલીસે ભાવનગરથી એક આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભિગરાડીયાને ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
