તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
વડોદરામાં ખુલ્લા મેદાનમાં બિન્દાસ ખેલાતો હતો જુગાર : રેલવે અને પોલીસકર્મીની પુત્ર સહિત 17 જુગારી ઝડપાયા
નવાપુરા પોલીસે લાલબાગ કુંભારવાડા, રેલ્વે ક્રોસિંગ પાસે દરોડો પાડ્યો અને 2.05 લાખ ઉપરાતની કિંમતનો મુદામાલ કબજે કર્યો

વડોદરા : નવાપુરા પોલીસે બાતમીના આધારે લાલબાગ કુંભારવાડા, રેલ્વે ક્રોસિંગની બાજુમાં ખુલ્લામાં જુગાર રમતા 17 શકુનિઓને ઝડપી પાડ્યા હતા. રૂપિયા 2.05 લાખ ઉપરાંતની કિંમતનો મુદામાલ કબજે કરી નવાપુરા પોલીસ મથક ખાતે જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવાપુરા પોલીસ મથકની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન અ.હે.કો નીતિરાજસિંહ ભરતસિંહને બાતમીદારથી બાતમી મળી હતી કે, લાલબાગ કુંભારવાડા, રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલ વાઇટ હાઉસની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પાથરણું પાથરી પતા-પાના પૈસા વડે હારજીત નો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે નવાપુરા પોલીસ મથકની ટીમે લાલબાગ કુંભારવાડા, રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલ વાઇટ હાઉસની પાછળ ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો.
દરોડા પાડતા પાથરણું પાથરી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા જુગારીઓમાં પોલીસને જોઈ નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે વિસ્તાર કોર્ડન કરી જુગાર રમતા 17 જુગારીઓને પકડી પાડી તેમની અંગઝડતી તથા જમીન દાવના રોકડા રૂપિયા, મોબાઇલ ફોન સહિત કુલ 2,05,150ની કીમતનો મુદામાલ કબ્જે કરી 17 શકુનિઓની ધરપકડ કરી નવપુરા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવાપુરા પોલીસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં રહેતા બાદલ રમેશભાઈ સોલંકી, પોલીસ હેડ કવાટર્સમાં રહેતા નીતેષ નારીયાભાઇ રાઠવા તેમજ વિશાલ દિલીપભાઈ આહીરે, અર્જુન કનૈયાલાલ કોરી, જીગરભાઇ ચીમનભાઈ પંચાલ, પાર્થ કિશોરભાઈ મહાડીક, સાવન ઉર્ફે બાદલ સુનીલભાઇ સસાણે, દીલાવર રુસ્તમ દીવાન, વિપુલભાઇ રમેશભાઈ વાઘેલા, ધર્મેશભાઇ અશોકભાઈ માળી, સાગરભાઇ અશોકભાઈ સોની, દેવરાજ જગદીશભાઈ કહાર, પુરષોત્તમ લાલાભાઇ ચૌહાણ, અક્ષય બાકીરાવ ગોલ્હાર, સમાધાન ધર્મરાજ પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
