<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

સુરતના ડિંડોલીમાં પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને આજીવન કેદની સજા ફટકારાઇ

નરાધમે પોતાની જ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતુ:કોર્ટે કહ્યુ આવા ગંભીર ગુનાને હળવાશથી ન લઈ શકાય

સુરતના  ડિંડોલીમાં પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને સજા ફટકારાઇ છે. કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. પિતા-પુત્રીના સંબંધોને લજવે તેવું ધ્રુણાસ્પદ કૃત્ય હોવાનું કોર્ટે જણાવ્યુ છે. કોર્ટે કહ્યુ આવા ગંભીર ગુનાને હળવાશથી ન લઈ શકાય. નરાધમે પોતાની જ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતુ. કોર્ટ દ્વારા દાખલા રૂપ સજા ફટકારવામાં આવી છે 

 


 

(8:42 PM IST)