<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

આંતરજિલ્લા ફેર બદલીના કિસ્‍સામાં કર્મચારીનો અગાઉનો અનુભવ બઢતી માટે ગણતરીમાં નહિ

પંચાયત વિભાગના કર્મચારીઓને સ્‍પર્શતો સરકારનો પરિપત્ર

રાજકોટ, તા., ૧૫: રાજયના પંચાયત,  ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આંતરજિલ્લા ફેરબદલીથી અન્‍ય જિલ્લામાં નિમણુંક પામેલ પંચાયત સેવાના કર્મચારીઓનો અગાઉના જિલ્લાનો અનુભવ બઢતી માટે ગણવા અંગે વિભાગના ઉપસચિવ ગોપાલસિંહ યાદવની સહીથી પરીપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે.

પંચાયત વિભાગના કર્મચારીઓ જોગ આ પરીપત્રમાં જણાવાયું છે કે જીલ્લા ફેરબદલીવાળા કર્મચારીનો અનુભવ ફિકસ પગારથી નિમણુંક પામેલ કર્મચારીઓ કરતા વધુ ધરાવે તેવુ બનવા પામે. પરંતુ તેઓનું પ્રવરતામાં સથાન પાછળ હોવાથી માત્ર અનુભવના આધારે પુર્ણ અનુભવ ન ધરાવતા જે તે જીલ્લાના સિનીયરોને બાકાત રાખી બઢતી માટે વિચારણા કરવામાં ન આવે તો સીધી ભરતીના ફિકસ પગારના કર્મચારીઓ દ્વારા નિયમીત નિમણુંક પામ્‍યેથી તેઓના જુનીયરની બઢતીની સંભાવ્‍ય તારીખ સહ બઢતી આપવા રજુઆત/કોર્ટ કેસ થઇ શકે છે અને તેના કારણે આર્થિક ભારણ અને વહીવટી પ્રશ્નો ઉપસ્‍થિત થઇ શકે છે. આથી  આંતર જીલ્લા ફેરબદલીથી નિમણુંક પામેલ જુનીયર કર્મચારીઓએ મેળવેલ અનુભવ સિનીયરોને બઢતીમાં બાકાત રાખવામાં પરીણમતો હોય તેવા કિસ્‍સામાં જુનીયરોએ મેળવેલ આવો અનુભવ બઢતી માટે ગણતરીમાં લઇ શકાશે નહી.  (૪.૨૬)

(3:58 PM IST)