News of Saturday, 15th February 2025
કોંગ્રેસે સંગઠનમાં કર્યા મોટા ફેરફારઃ ગુજરાતમાં ડો. વાસનીક યથાવતઃ ૧૧ રાજયોમાં નવા પ્રભારીની નિમણૂક
દિપકભાઇ બાબરીયા તથા ભરતસિંહ સોલંકીને ગુજરાતી જવાબદારીમાંથી મુકત કરાયા

નવી દિલ્હી તા. ૧પઃ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. નવા મહાસચિવો અને પ્રભારીઓ તરીકે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ અને અનુભવી નેતાઓને મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ સહિત ૧૧ રાજ્યોમાં નવા પ્રભારી નિયુક્ત કરાયા છે.
ભૂપેશ બઘેલને મહાસચિવ બનીને પંજાબની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ બનાવીને જમ્મુ કાશ્મીરની જવાબદારી આપવામાં આવી છે. અજય કુમાર લલ્લૂને ઓડિસાના પ્રભારી બનાવાયા છે.
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. તેવામાં કોંગ્રેસે કળષ્ણા અલાવરૂને બિહારના પ્રભારી બનાવ્યા છે. હરીશ ચૌધરીને મધ્યપ્રદેશના, બીકે હરિપ્રસાદને હરિયાણાના, મીનાક્ષી નટરાજને તેલંગાણાના પ્રભારી બનાવાયા છે.
આ સિવાય રજની પાટિલને હિમાચલ પ્રદેશ, ચંદીગઢના પ્રભારી બનાવાયા છે. જ્યારે કોંગ્રેસે કે.રાજૂને ઝારખંડના પ્રભારી બનાવ્યા છે.
ગુજરાતના પ્રભારી તરીકે ડો. મુકુલ વાસનીકને ચાલુ રખાયા છે. શ્રી દિપક બાબરીયા અને શ્રી ભરતસિંહ સોલંકીને જવાબદારીમાંથી મુકત કરાયા છે.
કોંગ્રેસે આઉટગોઇંગ જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ સર્વશ્રી દિપક બાબરીયા, મોહન પ્રકાશ, ભરતસિંહ સોલંકી, રાજીવ શુકલા, ડો. અજોયકુમાર તથા દેવેન્દ્ર યાદવના યોગદાનને બીરદાવી અન્ય તમામ જનરલ સેક્રેટરી અને ઇન્ચાર્જ તેમની નિયુકત ક્ષમતામાં સેવાઓ આપતા રહેશેનું જણાવાયું છે. (૭.ર૮)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
