News of Saturday, 15th February 2025
FRCના ઓર્ડરથી સંતુષ્ટ ન હોય એવી ખાનગી સ્કૂલો રિવિઝન કમિટીમાં અપીલ કરી શકશે
કમિટીના અધ્યક્ષ સહિતના સભ્યોની 14 મહિના બાદ નિયુક્તિ કરાઈ

અમદાવાદ : ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતા ફી નિર્ધારણ કાયદા અન્વયે રાજ્યની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ સહિતની કમિટીના સભ્યોની અંદાજે 14 મહિનાથી ખાલી પડેલી જગ્યામાં આખરે નિયુક્તિ કરવામાં આવી છે.
કમિટીની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરાઈ છે. ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીના ઓર્ડરથી સંતુષ્ટ ન હોય એવી ખાનગી સ્કૂલો રિવિઝન કમિટીમાં અપીલ કરી શકે એની જોગવાઈ કરી છે.
ગુજરાતની 68 જેટલી ખાનગી સ્કૂલોએ ઝોનની કમિટી નક્કી કરેલી ફી સામે રિવિઝન કમિટીમાં અપીલ કરેલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ રિવિઝન કમિટીનું અસ્તિત્વ જ ન હોવાથી આ અરજીઓ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે.
મહત્ત્વની વાત એ છે કે, અપીલમાં આવેલી ખાનગી સ્કૂલોએ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી જે ફી વસુલી હશે એ કમિટીના ઓર્ડર મુજબ વસુલી છે કે પછી વધુ ફી મંજૂરી માટે જે અપીલ કરી છે એ મુજબ વસૂલી હશે એ મોટો સવાલ છે. માટે કમિટીએ આ બાબતને પણ ધ્યાને લેવુ જોઈએ એવી વાલીઓમાં માગ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
