News of Saturday, 15th February 2025
પોલીસ પરિવારની બહેનોને દેશ વિદેશમાં જાણીતી જરી, જરદોશી કામની તાલીમનો પ્રારંભ
પતિ (અનુપમસિંહ ગેહલોત)નાં પગલે પત્ની( સંધ્યાબેન) પણ પોલિસ પરિવારને આત્મ નિર્ભર બનાવવા આગળ આવ્યા : ડીસીપી ભક્તિબાના સહયોગ, પૂર્વ મંત્રી દર્શનાબેનનાં માર્ગદર્શનથી સુરતની બહેનોનું કાર્ય માર્કેટિંગ, સેલ વિગેરેનું સુપર પ્લાનિંગ ગોઠવાયું છે. અકિલા સાથે સંધ્યાબેન ગેહલોત અથ થી ઇતિ સુધીની બાબત વર્ણવે છે.

રાજકોટ તા. ૧પઃ પોલીસ તંત્ર પાસેથી લોક હિતમાં ખૂબ કડકાઈથી કામ લેવા સાથે પોતાના પોલીસ સ્ટાફની કોઇપણ તકલીફ , મુસીબત સમયે ઢાલ બની ઊભા રહેવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત ખૂબ જાણીતા અને માનીતા છે. રાજકોટની એક ઘટના સમયે ફરજ બજાવતા મુશ્કેલીમાં ફસાયેલા પોલીસ સ્ટાફનાં આખા પરિવારોની તમામ જવાબદારી જે ખૂબ મોટો હતી એ સ્વીકારી હતી અને તેની અમલવારી થાય છે કે કેમ? તેની જવાબદારી રાજકોટ બહારના વિશ્વાસુ પોલીસ સ્ટાફને સુપ્રત કરેલ એ બધું જાણીતું છે.
ફરી મૂળ વાત પોલીસ કમિશનર માફક તેમના પત્ની સંધ્યાબેન પોલીસ સ્ટાફની બહેનો અને પરિવાર માટે ખૂબ લાગણી ધરાવે છે. આવા સંધ્યાબેન મૂળ ઉત્તર પ્રદેશના લખનૌ પંથકના વતની છે. લખનૌમાં જરી અને જરદોશી વર્ક અર્થાત્ સાડીઓમાં સોના અને ચાંદીના તાર લાગે તેવા દોરા. આ દરમિયાન સતત બહેનોની પ્રગતિ માટે કાર્યરત એવા સંધ્યાબેનના ધ્યાને આવ્યું કે, આ દોરા તો સુરતથી જાય છે.
બસ આ એક વિચારથી સાદી જરી અને જરદોશી કામની તાલીમ પોલીસ સ્ટાફની બહેનોને આપવા અને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન મુજબ આત્મ નિર્ભર બનાવવા વિચાર સ્ફર્યો.આ કાર્યમાં તેમને ડીસીપી ભક્તિબા જેવા કાર્યદક્ષ અધિકારીનો સહયોગ મળ્યો, હર્ષભાઈ સંઘવી સુધી આ વાત પોહચતાં તેમણે આ વિચાર આવકારી, સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી. આમ પોલીસ સ્ટાફની બહેનો માટે તાલીમ શરૂ થયેલ છે. હાલમાં ૩૦ બહેનો માટે આવી તાલીમ શરૂ થયેલ છે. જેના પ્રારંભે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશી સહિતના મહિલા આગેવાનો આ કાર્યને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ ૩૦ બહેનો જાતે તાલીમ મેળવી અન્ય બહેનોને તાલીમ આપશે. આ વિચાર મોટું વટવળક્ષ બનશે. ત્યાર થયા પછી સખી મંડળો મારફત વેચાણ થશે. માર્કેટિંગ માટે આખી ટીમ પણ મદદ કરવા ત્યાર થશે. પોલીસ પરિવારને વધારાની આવક તેમના પરિવારના બાળકોના શિક્ષણ અને અન્ય સારા પ્રસંગોએ ટેકારપ બની રહશે. અત્યારે તો પોલીસ સ્ટાફની બહેનોમાં ખૂબ ઉત્સાહ સાથે સંધ્યાબેનનાં આવા માનવીય વલણથી ખૂબ પ્રસન્ન થયેલ છે. પૂર્વ મંત્રી દર્શનાંબેન દ્વારા પણ આ કાર્ય માટે સહયોગ મળનાર છે. (૭.ર૯)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
