News of Saturday, 15th February 2025
ભાવનગર નજીકના જંગલમાં સુરત પોલિસનું વિશેષ ઓપરેશન
અનુપમસિંહ ગેહલોતે બનાવેલ ખાસ ટીમો જીવના જોખમે ગુજરાતભરમાં ચકચારી લૂંટ અને ગેંગ રેપનાં બે આરોપીઓને ઝડપી લીધા

ડીસીપી આલોક કુમારના માર્ગદર્શનમાં પીઆઇ આર.બી. ગોજિયા ટીમ તથા પીઆઇ વી.એમ. દેસાઈ ટીમને જ્વલંત સફળતા
રાજકોટ તા. ૧પઃ રાજ્યભરમાં ચકચારી લૂંટ, ગેંગરેપ ઘટનામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ટીમને મોટી સફળતા મળી છે, આરોપીઓને સુરત લાવવા પોલીસ કાફલો રવાના થયેલ છે.
સુરતની લૂંટ અને ગેંગરેપની ચકચારી ઘટનામાં સ્પેશ્યલ ટીમ દ્વારા ભાવનગરનાં જંગલ વિસ્તારમાં ખાસ ઓપરેશન હાથ ધરી આરોપીઓને ઝડપી લેવાયા છે. ઘટના બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં આદેશ અનુસાર ખાસ ટીમો બનાવવામાં આવેલ.જેમાં ડીસીપી આલોકકુમારના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.એમ. દેસાઈ તથા પીઆઇ આર.બી. ગોજીયા સહિત સ્ટાફ સામેલ હતો. ઉપરોકત ટીમ દ્વારા આરોપી નીરજ ભિંગ રાડિયા તથા નિલેશ યાદવને ઝડપી સુરત લાવવા રવાના થયેલ છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
