<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કાલ 16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી: જાણો કુલ કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી, 18મીએ મત ગણતરી

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે

આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. તો સાથે જ રાજ્યની 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ સિવાય કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે.

મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 09 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે. માહિતી અનુસાર, આવતીકાલે કુલ 38,86,285 મતદાતાઓ મતદાન કરશે...


 

(7:06 PM IST)