News of Saturday, 15th February 2025
સુરતમાં નવજાત બાળકના મોતનો ભેદ ઉકેલાયો
બાળકના પિતાએ જ સગર્ભા પત્નીને ગર્ભપાતની દવા આપીને..બાળકની ગર્ભમાં જ હત્યા કર્યાનું સામે આવ્યું

સુરતમાં નવજાત બાળકના મોતનો ભેદ ઉકેલાયો છે. થોડા દિવસ પહેલા પાંડેસરા BRTS સ્ટોપ નજીક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો હતો. બાળકના પિતાએ જ સગર્ભા પત્નીને ગર્ભપાતની દવા આપીને..બાળકની ગર્ભમાં જ હત્યા કર્યાનું સામે આવ્યું છે.
રાત્રિ દરમિયાન ગર્ભપાત કરાવી 8 મહીનાના બાળકને કૈલાશ નગર ચોકડી પાસે જ ફેંકી દીધો હતો. આરોપી મહંમદ ઈરફાને એક સંતાન હોવાથી બીજું સંતાન ન રાખવા ઈચ્છતો હોવાથી આ કૃત્યું કર્યું હતું. પોલીસે આરોપી પતિ અને ગર્ભપાતની દવા આપનાર મેડિકલના સ્ટોરના માલિકની ધરપકડ કરી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
