News of Saturday, 15th February 2025
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરાઇ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારથી જેની ઓળખ છે એવા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. વિરમગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજના ત્રિદિવસીય દશાબ્દિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત ગ્રંથની પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ, મહાપૂજા, નગરયાત્રા, ભકિત સંગીત, સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, આરતી તથા અન્નકૂટ દર્શન, પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વિગેરે આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દશાબ્દિ મહોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, મનુષ્યે પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન, સ્મરણ છે. ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોનાં સર્જન છે તથા સત્સંગ કરી શકીએ તે માટે આવાં મંદિરોના સર્જન છે. સત્સંગ કરીને વિવેકબુદ્ધિ કેળવવા માટે હાકલ કરી હતી. સત્સંગનો મહિમા સમજી મનુષ્યે પોતાનું જીવન ગુણમય અને ભક્તિસભર બનાવવું જોઈએ. સત્સંગના યોગથી જીવાત્મા બળિયો, વૃદ્ધિને પામે છે. સત્સંગથી મનુષ્યનું જીવન ઉજળું બને છે અને તે સંસ્કારીત પણ બને છે. સત્સંગ એ મનુષ્યનો અલંકાર છે. મનુષ્ય જીવનને સાર્થક કરવા ભગવાનનું ભજન સવિશેષ કરવું , કરવું અને કરવું જ. જેથી ભગવાનનો બેઠો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. આ મહોત્સવનો દિવ્ય લાભ દેશ-વિદેશના હરિભક્તોએ દબદબાભેર લીધો હતો.
(મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી)
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
