<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ અમદાવાદ. બીલીમોરા અને ખંભાતમાં 700 રૂપિયા સુધી બોલાયો: જાણો 18 યાર્ડના ભાવ

ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 18,262.90 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 18,262.90 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 560 રૂ. અને નીચો ભાવ 200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 700 રૂ., જેતપુરમાં 651 રૂ., મહુવામાં 647 રૂ., ભાવનગરમાં 641 રૂ., ગોંડલમાં 631 રૂ., સુરતમાં 630 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 18,262.90 ટન ડુંગળીની આવક થઇ છે.

(9:29 PM IST)