<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

૫૭૬ પીએસઆઈને પીઆઇ તરીકે બઢતી આપવા આખરી ઓપ

રાજકોટનાં ચંદુભાઈ કુંભાણી,જનકસિંહ રાણા, મોરબીના ભાનુબેન બગડા, પોરબંદરના રાજેન્‍દ્રસિંહ ચુડાસમા વિગેરેનો સમાવેશ : આજ બપોરના ૧૨ સુધીમાં ખાતાકીય તપાસ અને કોઈ કોર્ટ કેસ ન હોવાની માહિતી રૂબરૂ નહિ મળી હોય તો ઓર્ડર આપી દેવાશે

રાજકોટ, તા. ૧૭: રાજ્‍ય પોલીસ તંત્રના રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર ગુજરાતના ૫૭૬ જેટલા પીએસઆઈને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  તરીકે બઢતી આપવા નિર્ણય થયેલ છે, જે યાદી મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયનાં આદેશથી એડી ડીજી ઇન્‍ચાર્જ (વહીવટી વડા) ખુર્શીદ અહેમદ દ્વારા રાજ્‍ય ભરના સંબંધ કર્તાને મોકલી તેવોનાં આખરી કલીયરન્‍સ આજ બપોરના બાર સુધીમાં રૂબરૂ જવાબદાર સ્‍ટાફ મારફત મંગાવ્‍યા છે. પોલીસ સૂત્રોનાં જણાવ્‍યા અનુસાર આજ બપોરના ૧૨ સુધીમાં મંગાવેલ માહિતી નહિ પોહચી હોય તો બધું ઓકે છે તેમ ગણી બઢતી દિશામાં આગળની કાર્યવાહી કરવા પણ જણાવ્‍યાનું સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે બઢતી આપતા પહેલા સંબધક અધિકારી કે સ્‍ટાફ સામે કોઈ ખાતાકીય તપાસ કે કોર્ટ કેસ નથીને? તે બાબતે માહિતી મળ્‍યા બાદ આવા હુકમો કરવાની ણાલી છે.

પોલીસ ભવન દ્વારા જરૂરી અને સમય મર્યાદા મુકરર કરતા પત્રમાં આજે બપોરે નિયત સમય સુધી માહિતી નહિ મળી હોય અને બઢતી ઓર્ડર પછી કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેની જવાબદારી ઓફિસ વડાની ફિકસ થશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

સૂત્રોમાથી મળતા નિર્દેશ મુજબ રાજકોટમાંથી ચંદુભાઈ કુંભાણી, મોરબીના ભાનુબેન બગડા, પોરબંદરના રાજેન્‍દ્રસિંહ ચુડાસમા વિગેરેનો બઢતીમાં સમાવેશ છે.

(10:40 AM IST)