News of Monday, 17th February 2025
૨૦મીએ ગુજરાતભરના ACB અધિકારીઓની હેડ કવાટરમાં મેરેથોન બેઠક
લોકોને વિવિધ સરકારી, અર્ધ સરકારી ખાતા દ્વારા મુશ્કેલી ન પડે તે જોવા ટોચના અઘિકારીઓને આદેશ આપવામાં આવશે લોકોના કલ્યાણ માટે બનાવેલ સરકારી યોજનામાં ગરીબ લોકો પાસેથી લાંચ લેતા અને યોજનાને બદનામ કરતા સ્ટાફ સામે કડક કાર્યવાહીનાં હુકમો થશે : ACB અધિકારીઓની પારિવારિક સમસ્યા જાણી, તે દૂર કરવા ખાતરી આપી લોકોની સમસ્યા દૂર કરવા કાર્યવાહી. રાજ્ય અને કેન્દ્ર સરકારની પસંદગી સાર્થક કરવા ર્ીણૂણુ વડા પિયુષ પટેલ ઍક્શન મોડમાં

રાજકોટ તા. ઘણા લાંબા સમય પછી ઈનચાર્જને બદલે ખૂબ અગત્યની મનાતી ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બિયુરોનાં અર્થાત્ ર્ીણૂણુ વડાની રેગ્યુલર જગ્યા ભરી તેના પર પોલીસ તંત્રના ખૂબ અનુભવી એવા પિયુષ પટેલને હાઈ લેવલે ખૂબ મનોમંથન પછી નિમણૂક આપી છે. પોતાના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મુકાયેલ વિશ્વાસને સાર્થક કરવા એસીબીનાં આખા ગુજરાતના તમામ યુનિટ વડા acb ભાષામાં જેમને મની નાં ટૂંકા નામે ઓળખાઇ છે તેવા મદદનીશ નિયામક અને ફિલ્ડ , રીડર પીઆઇ સહિતના પીઆઇની ૨૦મીએ acb હેડ કવાર્ટર ખાતે ખૂબ મહત્વની બેઠક નુ આયોજન કરેલ છે.
પોલીસ અર્થાત્ acb સ્ટાફ પોતે પારિવારિક સમસ્યાથી મુકત હોય તો લોકોના પ્રશ્નો ખૂબ રસ દાખવી કામગીરી કરી શકે, એવું સીધું ગણિત સમજતા આ આઇપીએસ દ્વારા ૨૦મીની બેઠકમાં તમામની ઓળખ મેળવી, તેમના વતન, તેમના posting, બાળકોનાં અભ્યાસ વિગેરે માહિતી મેળવી, કુલ કેટલી અરજી આવેલ છે? કેટલી pending છે? વીલબનાં કારણ જાણવા સાથે ટોલ ફ્રી નંબર પ્રચાર, જાહેર મેળાવડા સમયે લોક જાગૃતિ વિગેરે અંગે આખી યોજના હાઈ ટેક રીતે અમલમાં મૂકશે. અપ્રમાણસર મિલકતની અરજી સમયે શું શુ બાબત ધ્યાને રાખવી તેનું માર્ગદર્શન, રાજ્યના વિવધ શહેર જિલ્લામાં લોકોને રોજ બરોજ પનારો છે, અને આવા વિભાગો પ્રત્યે લોકોનો જે છાપ છે તે છાપ બદલે તે માટે સમજાવટ, કડકાઈ વિગેરે રસ્તા અપનાવવા, ગેમઝોન જેવા જોખમી બાબતો પર લોકોની અરજી મળે તપાસમાં પ્રિયોરિયી આપવી. મહાનગરપાલિકા, વિવિધ ડેવ. ઓથોરિટી, રેવન્યુ તંત્ર, સહકારી તંત્ર, પ્રાંત ઓફીસ, આરટીઓ વિગેરે તંત્ર માં લોકોને મુશ્કેલી ન પડે અને ફરિયાદ મળ્યે તુરંત એકશન લેવા , નાના માણસો માટેની વિવિધ સરકારી યોજનામાં ગરીબ માણસ પાસેથી જે નાની રકમની લાંચ માંગવામાં આવે તે લાંચ નાના માણસ માટે મોટી અને સરકારી યોજનાને ખોટી રીતે બદનામ કરનારી હોય તે અંગે વિશેષ કાળજી રાખવા સૂચના મળનાર હોવાનું સૂત્રો જણાવે છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
