ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને CBIના નામે ધમકી :અમેરિકાથી પાછા આવેલા વૃદ્ધને ડિજિટલ અરેસ્ટમાં ફસાવી 64 લાખ પડાવ્યા
મની લોન્ડરિંગ કેસની આડમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને CBIના નામે દમદાટી આપી અમેરિકાથી પરત ફરેલા પાલના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી ભેજાબાજોએ રૂપિયા 64 લાખ ઓનલાઈન પડાવી લીધા

અમેરિકાથી પરત ફરેલા પાલના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી ભેજાબાજોએ રૂપિયા 64 લાખ ઓનલાઈન પડાવી લીધા હતા. મની લોન્ડરિંગ કેસની આડમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને CBIના નામે દમદાટી આપી ગભરાવી ઝાંસો અપાયો હતો.
પાલમાં રહેતા 65 વર્ષીય નરેશભાઈ (નામ બદલ્યું છે) મૂળ ભાવનગરના વતની છે અને અમેરિકાથી પરત ફર્યાના બીજા દિવસે ગત 3 ડિસેમ્બરે તેમના મોબાઈલ પર ફોરેન કન્ટ્રીઝના નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ટ્રાયના ઓફિસર હોવાની વાત કરી વાતોમાં ભોળવી કહ્યું કે, તમારા આધારકાર્ડ સાથે એક્ટિવ થયેલો સીમકાર્ડ મુંબઈના અંધેરીથી ખરીદવામાં આવ્યો છે. જે સીમકાર્ડ ઉપરથી થયેલા કોલ પર અંધેરીના પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે એવું જણાવાયું હતું.
નરેશભાઈએ છેલ્લાં 3 મહિના અમેરિકામાં હોય સિમકાર્ડ ખરીદવાની વાત નકારી કાઢી હતી. ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી પ્રદીપ સાવંત, CBI ઓફિસર રાજેશ મિશ્રા તરીકે ઓળખ આપી હતી. ભેજાબાજોએ મુંબઈ પોલીસ કમિશનરની સહીવાળો આઈકાર્ડ મોકલી એરેસ્ટ વોરંટ પણ મોકલી આપ્યું હતું.
ભેજાબાજોએ જણાવ્યું કે, આ કેસમાં જે પીડિત છે. તેના પતિએ આપઘાત કર્યો છે, છેતરપિંડીના 1.79 કરોડ પીડિતને આપશો તોજ પીડિત એનઓસી આપશે એવી વાત કરી નરેશભાઈ પાસેથી ટુકડે-ટુકડે મળી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં 64 લાખ ઓનલાઈન પડાવી લીધા હતા. વધુ રૂપિયા મંગાતા ડિજિટલ એરેસ્ટ અંગે જાણકારી મળતા તેમણે તુરંત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
