News of Monday, 17th February 2025
અમદાવાદના સોલા અને ઘાટલોડિયા સહિત 54 સ્થળે ઈ-વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન બનશે
- ચાર્જિંગ સ્ટેશન ઉપરાંત બેટરી સ્વાઇપિંગ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

અમદાવાદમાં અત્યારે 12 સ્થળે ચાર્જિંગ સ્ટેશન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલા, ઘાટલોડિયા, ચાંદખેડા, નવા વાડજ, વેજલપુર, ઉસ્માનપુરા, વિરાટનગર સહિત 54 સ્થળે PPP મોડેલ પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે.
ચાર્જિંગ સ્ટેશન ઉપરાંત બેટરી સ્વાઇપિંગ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જે કંપની ચાર્જિંગ સ્ટેશન બનાવશે તેણે જગ્યા પેટે મ્યુનિસિપલને વાર્ષિક 5 ટકા જંત્રી લેખે જમીન ભાડું ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત આવક પણ મ્યુનિસિપલ સાથે શેર કરવાની રહેશે. આ ફોર્મ્યુલા પ્રતિ યુનિટ મુજબ રહેશે.
હાલમાં જે 12 ચાર્જિંગ સ્ટેશન છે તેમાંથી મ્યુનિસિપલને યુનિટ દીઠ રૂપિયા 3.51 મળે છે. ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક સ્થળોએ બેટરી બદલવાની પણ સુવિધા હશે. જેથી કોઈપણ વ્યક્તિને કારની બેટરી બદલાવી શકશે. તમામ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવાના રહેશે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
