<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

પારડી દુષ્‍કર્મ-હત્‍યા કેસઃ પોલીસે આરોપી રાહુલ વિરૂધ્‍ધ ૪૧૮૩ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી

 

અમદાવાદ, તા.૧૭: વલસાડના પારડીના મોતીવાડાની યુવતિની હત્‍યા-દુષ્‍કર્મની ચકચારી ઘટનામાં પકડાયેલા સિરિયલ કિલર આરોપી વિરૂદ્ધમાં પોલીસે ૮૦ દિવસ બાદ આરોપીને કડક સજા થાય તે માટે પુરાવા એકત્રિત કરીને ૪૧૮૩ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આરોપી સામે ગંભીર પ્રકારના ૧૯ ગુના પણ નોંધાયા હતા.

પારડીના મોતીવાડા ગામની યુવતિની નવેમ્‍બર ૨૦૨૪માં હત્‍યા કરાયેલી લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનામાં યુવતિ સાથે દુષ્‍કર્મ કરાયા હોવાનું સામે આવ્‍યું હતું. દુષ્‍કર્મ અને હત્‍યાની ચકચારી ઘટનામાં જિલ્લાના અધિકારી સહિત પોલીસ ટીમે આરોપીને પકડવા આકાશ પાતાળ એક કરી દીધા હતા.

જ્‍યારે ઘટનાના ૧૧ દિવસમાં વાપી રેલવે સ્‍ટેશનથી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઝાટ નામના આરોપીને પોલીસે ઝડપી પાડીને ચકચારી ઘટનાનો ભેદ ઉકેલ્‍યો હતો.

જેમાં આરોપીએ યુવતિ પર દુષ્‍કર્મ-હત્‍યા સહિત અન્‍ય પાંચ હત્‍યા, લૂંટ અને દુષ્‍કર્મના ગુનાને પણ  ૨૫ દિવસમાં અંજામ આપ્‍યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આરોપી સામે અગાઉ જુદા જુદા રાજ્‍યોમાં ૧૯ ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા.

(3:54 PM IST)