<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

કાલે ૬૬ નગરો, જૂનાગઢ મહાનગર અને પેટાચૂંટણીનું પરિણામ

વિધાનસભાની છેલ્લી ચૂંટણી પછીનો સૌથી મોટો શહેરી જનાદેશ પ્રગટ થશે ૬૬ નગરોમાં સરેરાશ ૬૧.૬પ ટકા મતદાનઃ પંચાયતોની પેટા ચૂંટણીમાં પ૭ ટકા મત પડયાઃ કયાંય ફેર મતદાન નહિં

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૭: ગઇકાલે ૬૬ નગરો, જૂનાગઢ મહાનગર અને પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયેલ આવતીકાલે તા. ૧૮મીએ મતગણતરી થશે મત મશીન દ્વારા મતદાન થયેલ હોવાથી બપોર સુધીમાં જનાદેશનું ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થઇ છે.

રાજયમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાકિાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્‍ય/મધ્‍યસત્ર ચૂંટણીઓ તથા સ્‍વરાજયના એકમોના પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ગઇકાલે સવારના ૭-૦૦ વાગ્‍યાથી સાંજના ૬-૦૦ વાગ્‍યા સુધી મતદાન યોજાયેલ. આવતીકાલે પરિણામ જાહેર થશે.

મતાદન એકંદરે શાંતીપૂર્ણ સંપન્‍ન થયેલ છે. કોઇ અનિચ્‍છનીય બનાવ બનેલ નથી અને કોઇપણ મતદાન મથકે પુનઃ મતદાનની જરૂર પડી નથી. મતદાનના આંકડા રાજય    ચૂંટણી આયોગની વેબસાઇટ https://sec-poll.gujarat.gov.in પર જોઇ શકાશે. મતગણતરી કાલે તા. ૧૮ના રોજ સવારે ૯-૦૦ વાગ્‍યાથી હાથ ધરવામાં આવશે. વીજાણુ મતદાન યંત્રોથી ચૂંટણી થયેલ હોવાથી બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ શકશે. રાજય ચૂંટણી આયોગ, શાંતીપૂર્ણ મતદાન માટેના સહયોગ બદલ ચૂંટણી હેઠળના મતદારો રાજકીય પક્ષો, ઉમેદવારો, મીડિયા, ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓ તથા પોલીસ તંત્ર અને જાહેર જનતાનો આભાર માને છે. તેમ રાજય ચૂંટણી પંચના સચિવ જી. સી. બ્રહ્મભટ્ટ જણાવે છે.

મતદાનની ટકાવારીના આંકડા

આ કાર્યક્રમ અનુસાર થયેલ મતદાન અને ટકાવારીના આંકડાનો પ્રાથમિક અંદાજ નીચે મુજબ છે.

અ.નં.                    સંસ્‍થાનો પ્રકાર ચૂંટણીનો પ્રકાર        પ્રાથમિક અંદાજ

                                         મુજબ ટકાવારી

૧    જૂનાગઢ મહાનગરપાલિકા           સામાન્‍ય       ૪૪.૩ર

ર    મહાનગરપાલિકા    પેટા (૩ બેઠકો) ૩૧.૭ર

૩                        સામાન્‍ય (૬૬ ન.પા.)  ૬૧.૬પ

૪    નગરપાલિકા        મધ્‍યસત્ર (ર ન.પા.)   ૩પ.ર૩

પ                       પેટા (૧૯ બેઠકો)      ૩૭.૮પ

૬    જિલ્લા પંચાયત     પેટા (૮ બેઠકો) ૪૩.૬૭

૭    તાલુકા પંચાયત    સામાન્‍ય (૩ તા.પં.)    ૬પ.૦૭

૮              પેટા (૭૬ બેઠકો)       પ૭.૦૧

(4:03 PM IST)