<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા :અત્યાર સુધીમા 78ને તગેડી મૂકાયા

અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું : ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા

અમદાવાદ તા.૧૭

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. 

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા. 

અમેરિકાથી ત્રીજી ફ્લાઇટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી 

 

રાણા સપનાબેન ચેતનસિંહગાંધીનગરરાણા દક્ષરાજસિંહ ચેતનસિંહગાંધીનગરરાણા અક્ષરાજસિંહ ચેતનસિંહગાંધીનગરપ્રજાપતિ પાયલ અનિલકુમારકલોલપટેલ દીપ ઘનશ્યામભાઈકડીપટેલ સાક્ષીબેન દીપકડીહસમુખભાઈ રેવાભાઈ પટેલવિજાપુરલુહાર ધવલભાઈ કિરીટકુમારકલોલલુહાર પૂજા ધવલભાઈકલોલલુહાર રુદ્ર ધવલભાઈકલોલપટેલ નીત તુષારભાઈઅમદાવાદપટેલ તુષાર પ્રવીણચંદ્રઅમદાવાદપટેલ ચેતનાબેન તુષારભાઈઅમદાવાદપટેલ હિમાંશી ચિરાગકુમારઅમદાવાદપટેલ ચિરાગકુમાર શૈલેષકુમારઅમદાવાદપટેલ હાર્દિક દશરથભાઈઅમદાવાદપટેલ સ્વાતિ હાર્દિકભાઈઅમદાવાદપટેલ હેનિલ હાર્દિક ભાઈઅમદાવાદપટેલ દિશા હાર્દિક ભાઈઅમદાવાદપટેલ જય રાજેશકડીપટેલ હારમી રાજેશકુમારકડીપટેલ માહી રાજેશભાઈકડીપટેલ મંજુલાબેન રાજેશભાઈકડીરાવલ રણજીતભાઇગાંધીનગરરાણા ચેતનસિંહ ભરતસિંહગાંધીનગરપ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈકલોલપટેલ રાજેશ બલદેવભાઈકડીપ્રજાપતિ આરવ અનિલકુમારકલોલપ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમારકલોલહિતેશ રમેશભાઈ રામિસુરેન્દ્રનગરપટેલ જયેશકુમાર ભોલાભાઈગાંધીનગરપટેલ હિરલબેન જયેશકુમારગાંધીનગરપટેલ પ્રાંશ જયેશકુમારગાંધીનગર

(4:47 PM IST)