<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

અગ્નિકાંડનો મુદ્દો વિધાનસભામાં સળગશે : લાયસન્‍સની ફાઇલો ગુમ થયાનો પ્રશ્‍ન ઉઠાવતા અમિત ચાવડા

 

રાજકોટ, તા. ૧૭ : રાજયભરમાં ચકચાર જગાવનાર અગ્નિકાંડનો મુદ્દો  તા. ૧૯ મીથી શરૂ થતા વિધાનસભા સત્રમાં ઉછળે તેવા એંધાણ છે. વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી અમિત ચાવડાએ ગેમઝોનના લાયસન્‍સની ફાઇલો અંગે ગૃહમાં પ્રશ્‍ન પૂછયો છે. ગૃહમાં તેની ચર્ચા અને હોબાળો થવાની શકયતા છે.

જાણવા મુજબ અમિત ચાવડાએ મુખ્‍યમંત્રીને ઉદેશીને પુછયુ઼ છે કે (૧) તા. ૩૧-૧ર-ર૦ર૪ ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજકોટમાં ટીઆરપી ગેમઝોનનું લાયસન્‍સ આપવાની ફાઇલો ગુમ થઇ તે અંગે કયારેય ગુનો નોંધવામાં આવ્‍યો. (ર) તે અન્‍વયે કેટલા અધિકારીઓ સામે શા પગલા લીધા અને (૩) ઉકત સ્‍થિતિએ કેટલા આરોપીઓને તે અન્‍વયે પકડવાના બાકી છે? 

વિધાનસભાની તા. ર૦ ફેબ્રુઆરીની કાર્યસૂચિમાં આ પ્રશ્‍ન ૪૯માં ક્રમ પર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તા. ર૭ મે ર૦ર૪ ના દિવસે નાના મવા રોડ પાસે ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં ર૭ લોકોનો ભોગ લેવાયો હતો.

(4:51 PM IST)