તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
મહાકુંભ જતી વડોદરાની બસને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત: 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ત
તરસાલી વિસ્તારમાંથી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ મારફતે યાત્રાળુઓ પ્રયાગરાજ મહાકુંભ ખાતે જઈ રહ્યા હતા.

વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ કુંભ ખાતે ગયેલી 54 યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસને મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત નડ્યો છે. જેમાં કંડકટર ડ્રાઇવર સહિત 6 થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
વડોદરા શહેરમાંથી શ્રદ્ધાળુઓ ભરેલી એક ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હોવાનો બનાવ બન્યો હતો. વડોદરાના તરસાલી વિસ્તારમાંથી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ મારફતે યાત્રાળુઓ પ્રયાગરાજ મહાકુંભ ખાતે જઈ રહ્યા હતા.
આ દરમિયાન મધ્યપ્રદેશના દેવાત ખાતે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. યાત્રિક હર્ષ પાઠકે જણાવ્યું હતું કે, અમે વડોદરાથી પ્રયાગરાજ તરફ જઈ રહ્યા હતા. દેવાસ બાજુ એમપીમાં અમારી બસનો રાત્રે એકસીડન્ટ થયો હતો. જેમાં મારી બસમાં 54 જણા હતા.આ પૈકી 6 વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં એક ગર્ભવતી મહિલા, વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. અલબત આ ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થઈ નથી.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
