<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં : પરેશ ગોસ્વામી

સવારમાં ઠંડી, બપોરે ગરમી, જાણો હવે કેવું રહેશે ગુજરાતનું તાપમાન

અમદાવાદ : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં હાલ મિક્સ ઋતુનો અનુભવ થશે તે જણાવ્યું છે. હાલના દિવસોમાં વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોને તાપ આકરો લાગી રહ્યો છે. 

   હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. 

પરેશ ગોસ્વામીએ પવનની વાત કરતા જણાવ્યું છે કે, આવનારા 10 દિવસમાં પવન અસ્થિરતાભર્યા રહેશે. પવનની દિશા વારંવાર બદલાતી રહેશે. અસ્થિરતાવાળા પવનોને કારણે આવનારા દિવસોમાં ક્યાંક કાતરા જોવા મળશે તો ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે અને ક્યાંક ઝાકળ વર્ષા પણ જોવા મળશે. પવનની સ્પીડ નોર્મલ નજીક રહેશે.

(8:59 PM IST)