તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
રાજ્યમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે
ધોરણ-10માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદ : રાજયમાં ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે. જે બાદ શાળાઓ સહી-સિક્કા કરી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધો. 10 માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. ધો. 12 માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિમિક શિક્ષણ બોર્ડે આંક જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ-10માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે 14.28 લાખમાં 12 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10 અને 12ની પરીક્ષાના મળીને કુલ 14.28 લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
