<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

STના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો પરિવારને રૃપિયા ૧૪ લાખની સહાય

રાજય સરકારનો નિર્ણય : ફિકસ પગાર ધરાવનારનો પણ સમાવેશ :૧૨૪ કર્મચારીને ૫.૩૨ કરોડ ચૂકવાયા : ૧૫૩ કર્મચારીને ૨૧ કરોડ ચૂકવાશે

અમદાવાદ, તા.૧૮: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૃ. ૧૪ લાખની સહાય આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ સહાય પહેલાં ST નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ–૩ અને વર્ગ–૪ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૃ. ૪ લાખ, રૃ. ૫ લાખ અને રૃ. ૬ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાતી હતી. આ સિવાય ST નિગમના નિયુકત કરાયેલા ૫ વર્ષીય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ–૩ અને વર્ગ–૪ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૃ. ૪ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવતી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે એવો નિર્ણય કર્યો છે કે, નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ–૩ અને વર્ગ–૪ના કર્મચારીઓના ૨૪મી, સપ્ટેમ્બર–૨૦૨૨ કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૃ. ૧૪ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલા ૫ વર્ષીય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ–૩ અને વર્ગ–૪ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૃ. ૧૪ લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાશે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ–૩ અને વર્ગ–૪ના કર્મચારીઓ અને ૫ વર્ષની ફિકસ કરારીય સેવામાં નિમણૂક પામેલા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન ૧૨મી, ઓકટોબર–૨૦૨૩ કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ–૩ અને વર્ગ–૪ના ૧૫૩ કર્મચારીના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા ૨૧ કરોડથી વધુની સહાય આપવામાં આવશે. જેમાં જૂની યોજના -માણે ૧૨૪ કર્મચારીના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા ૫.૩૨ કરોડની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

(10:26 AM IST)