<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો:અત્યાર સુધીમાં 464 બેઠક પર ભાજપની ભવ્ય જીત : 39 બેઠક પર કોંગ્રેસના ફાળે

પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ: સલાયા નગર પાલિકામાં આમ આદમી પાર્ટીનો કબ્જો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં  464 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે.

  હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.

દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળી રહ્યો છે. સલાયાના અત્યાર સુધીના પરિણામમાં AAPના ઉમેદવારો જીત્યા હતા. સલાયામાં AAPના 8 ઉમેદવારની જીત થઇ હતી. 

 

(12:21 PM IST)