<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

આગામી ૨૧મી સુધી છુટા છવાયા વાદળો રહેશેઃ વેધર એનાલીસીસ્‍ટ ગૌરવ રાણીંગા

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્‍તારોમાં વાદળો છવાયાઃ કચ્‍છ-ઉતર ગુજરાતમાં કયાંક ઝાપટા પડશે

રાજકોટઃ ૧૮: ઉતર ભારતમાંથી અત્‍યારે એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પસાર થઈ રહ્યું છે તેમજ આવતીકાલ એટલે કે ૧૯ ફેબ્રુઆરીથી આગામી ત્રણ દિવસ સુધી વધુ એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પસાર થવા જઈ રહ્યું છે. આ સિસ્‍ટમને આનુષંગિક અપર એર સાયક્‍લોનિક સકર્યુલેશન જે પヘમિ રાજસ્‍થાન અને લાગુ વિસ્‍તારો ઉપર વાતાવરણની ૧.૫કિમી ની ઊંચાઈએ છવાયેલું છે અને અન્‍ય એક સાયક્‍લોનિક સરકયુલેશન ઉતર પヘમિ મધ્‍યપ્રદેશ ઉપર વાતાવરણની ૦.૯કિમી ઊંચાઈએ છવાયેલું છે. જેની અસરથી ગુજરાતમાં પવનની દિશા બદલાતા આજે ઘણા વિસ્‍તારમાં વાદળો જોવા મળી રહ્યા છે.

હજુ આગામી ૨૧ તારીખ સુધી ગુજરાતમાં આવું છૂટુંછવાયું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વાદળો મુખ્‍યત્‍વે હાઈ લેવલના રહેશે જેથી ઉતર ગુજરાત અને કચ્‍છના સરહદ લાગુ વિસ્‍તારોમાં એકલ દોકલ સ્‍થળે છાંટછુટની થોડી શકયતાને બાદ કરતા રાજ્‍યમાં વધુ વિસ્‍તારોમાં માવઠું થવાની શકયતા ખૂબ જ ઓછી છે.વધુ ફેરફાર હશે તો આગળ અપડેટ આપવામાં આવશે.

નોંધઃ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવાની શકયતા રહેલી છે.તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ઉપર આધાર રાખવો.(વેધર- બાય ગૌરવ રાણીંગા)

(3:44 PM IST)