News of Tuesday, 18th February 2025
ડાંગરના કટ્ટાની આડમાં સંતાડેલો ૧૩.૭૭ લાખનો દારૂ પકડાયો
છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બૂટલેગરોના નવા કિમિયાને નિષ્ફળ બનાવ્યો

અમદાવાદ, તા.૧૮: મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુર થકી ગુજરાતમાં અવારનવાર બુટલેગરો દ્વારા દારૂ ઘૂસેડવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને જેના માટે અવનવા નુસખાઓ અજમાવતા જોવા મળે છે. ત્યારે છોટાઉદેપુર પોલીસ આવા અનેક નુસખાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે. છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડાંગરના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી કરાતા ૧૩,૭૭,૭૫૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બૂટલેગરોના નવા કિમિયાને નિષ્ફળ બનાવ્યો હતો.
છોટાઉદેપુર કાઈમ બ્રાન્ચે રંગપુર નાકા પાસે સધન નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. પોલીસે તમામ દારૂના જથ્થાની સાથે કુલ ૨૦,૮૩,૦૫૦નો મુદામાલને કબજે કરી, ટ્રક ચાલકની ધરપકડ કરી, છોટાઉદેપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
