<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

નગરપાલિકાના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક નથી : સ્થાનિક મજબૂત નેતાઓ ના રહેતા રકાસ:શક્તિસિંહ ગોહિલ

તેમણે અંબરીશ ડેર, હર્ષદ રીબડીયા, જવાહર ચાવડા જેવા નેતાઓ કોંગ્રેસમાં ના રહેતા નગરપાલિકા વિસ્તારમાં અસર થઈ હોવાની કબૂલાત કરી

અમદાવાદ : રાજ્યની નગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક ના હોવાનું પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની પાછલી ચૂંટણીઓ અને તેના પરિણામોનો હવાલો આપીને શક્તિસિંહે કહ્યું કે, આ વખતે કોંગ્રેસ માટે સારા પરિણામો આવ્યા છે.

 જો કે તેમણે અંબરીશ ડેર, હર્ષદ રીબડીયા, જવાહર ચાવડા જેવા નેતાઓ કોંગ્રેસમાં ના રહેતા નગરપાલિકા વિસ્તારમાં અસર થઈ હોવાની કબૂલાત કરી હતી.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, AIMIM ના મેન્ડેટ ભાજપે આપ્યા હતા. 2018માં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો હોવા છતા, આજના જેવા પરિણામો કોંગ્રેસને મળ્યા નહોતા. જૂનાગઢમાં જ્યા એક સમયે એક જ કોર્પોરેટર વિજયી થયા હતા ત્યાં આજે 11 કોર્પોરેટરો વિજયી થયા છે. સ્થાનિક મજબૂત નેતાઓ ના રહેતા, ચૂંટણીમાં રકાસ થયો હોવાનો પણ શક્તિસિંહે આડકતરો ઈશારો કર્યો હતો

 

(7:03 PM IST)