<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

રાજયની 68 નગરપાલિકામાંથી 57 પર ભાજપનો વિજય , 1 પર કોંગ્રેસ અને 4 પર અન્ય પક્ષની જીત

9 નગરપાલિકામાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે એટલે કે વિરોધીઓને ખાતું ખોલવા પણ નથી દીધું: સલાયા નગરપાલિકામાં ખાતું ખોલવામાં પણ ભાજપ નિષ્ફળ રહ્યું

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની 68 નગરપાલિકા પર મતદાન થયું હતું. આ તમામ 68 નગરપાલિકાનુ ચિત્ર હાલ સ્પષ્ટ થઈ ગયું છે. તેમાથી મોટાભાગની નગરપાલિકાઓ ભાજપના કબજામાં રહી છે.

 રાજ્યની 68 નગરપાલિકામાંથી 57 પર ભાજપની જીત થઇ છે જયારે 1 પર કોંગ્રેસ અને 4 પર અન્ય પક્ષની જીત થઇ છે  આ પરિણામો વચ્ચે સલાયા નગરપાલિકામાં ખાતું ખોલવામાં પણ ભાજપ નિષ્ફળ રહ્યું છે.

કોંગ્રેસ એક નગરપાલિકા જીતવામાં સફળ થયું છે જ્યારે અન્ય પક્ષોને 4 નગરપાલિકામાં જીત મળી છે. 9 નગરપાલિકા એવી છે જેમાં ભાજપ ક્લિન સ્વિપ કર્યું છે એટલે કે વિરોધીઓને ખાતું ખોલવા પણ નથી દીધું. 5 નગરપાલિકા પર ટાઈ થઈ છે એટલે કે ભાજપ અને અન્ય પક્ષોને સરખી બેઠકો મળી છે.

(7:51 PM IST)