<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

બીલીમોરામાં ભાજપના હારેલા ઉમેદવારે કોંગ્રસના ઉમેદવારને માર માર્યો

પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ ઓડના મળતીયાઓએ કોંગ્રેસના જીતેલા ઉમેદવારના માણસોને માર માર્યો

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રિઝલ્ટ છે અને ભાજપે ફરીથી ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. એવામાં નવસારી જિલ્લામાં બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં હાર થતા ભાજપના ઉમેદવારના ટેકેદારો ભડક્યા હતા. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ ઓડના મળતીયાઓએ કોંગ્રેસના જીતેલા ઉમેદવારના માણસોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે 

  વોર્ડ નંબર 2ના વિજેતા રામ બાબુ શુક્લાના માણસોને માર માર્યો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપના ઉમેદવાર હરીશ ઓડની 1240 મત મળતા હાર થઈ હતી. હાર પચાવી ન શકતા ટેકેદારોએ વિજેતા કોંગી ઉમેદવારના માણસોને માર માર્યો હતો. નવસારીમાં 36 બેઠક પૈકી ભાજપને 29, કોંગ્રેસને 2 અને અપક્ષની 5 બેઠક પર જીત થઈ હતી.


 

(8:24 PM IST)