<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

સાબરકાંઠાના ઈડરમાં ટીચરે હોટલ લઈને જઈને 10મા ધોરણની છોકરી સાથે બળાત્કાર ગુજાર્યો

પ્રજાસત્તાક દિવસે 'બેટી બચાવો, બેટી પઢાઓ' પર ભાષણ આપ્યાંના 11 દિવસ બાદ 10મા ધોરણમાં ભણતી છોકરીએ એક અકલ્પનીય આઘાત સહન કર્યો

પ્રજાસત્તાક દિવસે 'બેટી બચાવો, બેટી પઢાઓ' પર ભાષણ આપ્યાંના 11 દિવસ બાદ 10મા ધોરણમાં ભણતી છોકરીએ એક અકલ્પનીય આઘાત સહન કર્યો. 33 વર્ષીય શાળાના શિક્ષકે તેના જન્મદિવસની ઉજવણીના ખોટા બહાને તેને હોટલમાં લલચાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં પરંતુ શિક્ષકે તેને બોર્ડની પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી પણ આપી હતી.

7 ફેબ્રુઆરીના રોજ આરોપી શિક્ષક પીડિતાને ઈડર હાઈવે પરની એક હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હિંમતનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.
  અત્રે ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીએ પીડિતાની બોર્ડની પરીક્ષા પણ છે. દુષ્કર્મનો ભોગ બની હોવા છતાં પણ તે મજબૂત મને પરીક્ષા આપી રહી છે.

 

(8:43 PM IST)