News of Tuesday, 18th February 2025
ગુજરાત 'કોંગ્રેસ મુક્ત' થઈ રહ્યું છે, પીએમ મોદીના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોકવાની કોઇપણ પાર્ટી કે નેતાની ક્ષમતા નથી:સીઆર પાટીલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બદલ પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ :રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામ આજ રોજ જાહેર થયા છે જેમા ભારતીય જનતા પાર્ટીનો ભવ્યતી ભવ્ય વિજય થયો છે જે સંદર્ભે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે કાર્યકર્તાઓ એક થઇ સંગઠન અને ચૂંટાયેલ પાખ જે રીતે કામ કરે છે તેના પરિણામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. આવનાર દિવસમાં પ્રજાના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કાર્ય કરીશું.
સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને લોકોમાં તેમનો વિશ્વાસ આજે સમગ્ર દેશમાં જોવા મળે છે. મોદીનો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડવાની કે રોકવાની કોઇ પણ પાર્ટી કે પાર્ટીના નેતાની ક્ષમતા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે જનતાનું અભૂતપૂર્વ જનસમર્થન છે, જેમાં અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અંજાઇ જાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો વિશ્વાસ તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જનસંપર્ક સહિત ભાજપના તમામ કાર્યકર્તાઓએ કરેલી અથાગ મહેનતનું પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એક ટીમ તરીકે કાર્ય કર્યુ છે જેના પરિણામે ભવ્ય જીત પ્રાપ્ત થઇ છે જે બદલ ભાજપના પાયાના કાર્યકર્તાઓને અભિનંદન.ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યકત કરુ છું.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપાએ જે પરિણામની કલ્પના કરી હતી તેમા થોડી કચાસ રહી ગઇ છે અમે 68 માથી 68 પર વિજય મેળવવા માંગતા હતા પરંતુ 2 બેઠક એસ.પીને મળી, એક બેઠક કોંગ્રેસને મળી. ગત વખતે કોંગ્રેસ પાસે જે 13 બેઠકો હતી તેમાથી ફકત એક બેઠક જીતી શક્યા છે.
ગત વખત કરતા આ વખતે ભાજપની 14 બેઠકો વધી છે. 60 બેઠકો પર ભાજપ સ્પષ્ટ જંગી મતો સાથે જીત્યુ છે. આ વખતની ચૂંટણીમાં 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નથી અને બાકીની બેઠકોમાં પણ ઓછી બેઠક મળી છે. આ પરિણામ જોતા ખ્યાલ આવે છે કે કોંગ્રેસ મુકત ગુજરાત થઇ રહ્યુ છે. પોતાને નેતા કહેતા આંકલાવના ધારાસભ્યે તો તેમના પક્ષના ઉમેદવારને મેન્ડેટ આપવાની હિમંત જ દાખવી નહી તે જ બતાવે છે કે, કોંગ્રેસના આગેવાનો પ્રત્યે કાર્યકર્તાઓની નારાજગી સાથે હિમંત ગુમાવી દીધી છે તે દેખાઇ રહ્યુ છે.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇકરેટ 96 ટકાનો રહ્યો છે તે એક રેકોર્ડ છે. ભવ્ય જીત સાથે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોની જવાબદારી વધી છે. જનતાએ ભાજપ પ્રત્યે મુકેલો વિશ્વાસ એડે નહી જવા દઇએ અને વધુ વિશ્વાસ વધે તે દિશામાં કાર્ય કરીશું. આ જીતથી સ્પષ્ટ થાય છે કે આવનાર દસ મહિના પછી મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામનું પ્રતિબિંબ આજે મળી ગયું છે. જીતેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓ જીતના વઘમણા ચોક્કસ કરે પરંતુ જવાબદારી વધી છે ,જનતાનો વિશ્વાસ વધ્યો છે તે જાળવવા પ્રયત્ન કરે. સત્તા અને સંગઠન સાથે મળી ગુજરાતના વિકાસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરીશું.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
