<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

આણંદ સબ જેલમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા

ડીવાયએસપીની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન ફરજમાં ગંભીર બેદરકારીનો ભાંડો ફૂટ્યો હતો

આણંદ સબ જેલમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓની ફરજમાં ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. 

  ગત 27-01-25 ના રોજ dysp આણંદ દ્વારા સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. વિઝીટ દરમિયાન સબ જેલમાં ત્રણ મહિલાઓ મંજૂરી વગર જ આરોપીઓને મળવા પહોંચી હતી. 

 સમગ્ર મામલામાં જેલગાર્ડની ફરજમાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. આણંદ એસપી દ્વારા ચારેય જેલ ગાર્ડ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

(9:55 PM IST)