<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં ગોઝારી ઘટના : KBS કોલેજના 4 વિદ્યાર્થીઓનું પાંડવ કુંડમાં ડૂબી જવાથી મોત: રીક્ષાચાલકનો બચાવ

8 વિદ્યાર્થીઓનું ગ્રુપ 2 રીક્ષામાં ફરવા ગયા હતા: નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને 1 રીક્ષા ચાલક ડૂબ્યા હતા

વલસાડ જિલ્લાના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં ગોઝારી ઘટના બની છે. પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના  મોત થયા છે જયારે રીક્ષાચાલકનો બચાવ થયો છે.

વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ 2 રીક્ષામાં ફરવા ગયા હતા. દરમિયાન નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને 1 રીક્ષા ચાલક ડૂબ્યા હતા. સ્થાનિકોએ ડૂબી ગયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા. આ દુર્ઘટનામાં 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે જયારે રિક્ષાચાલકનો બચાવ થયો છે.

બનાવ બાદ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક સાથે 4 વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

 

(10:25 PM IST)