<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ગુજરાત હાઇકોર્ટે, અત્યંત સંવેદનશીલ અને ગોપનીય દસ્તાવેજોની ચોરી કરવાના આરોપમાં, પત્રકાર લાંગા વિરુદ્ધ દાખલ કરાયેલા કેસને રદ કરવાની (કવોશ કરવાની) માંગ કરતી લાંગાની અરજી ફગાવી દીધી

ગુજરાત હાઈકોર્ટે પત્રકાર મહેશ લાંગા દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે જોડાયેલા અત્યંત સંવેદનશીલ અને ગોપનીય દસ્તાવેજોની ચોરી કરવાના આરોપમાં દાખલ કરાયેલા કેસને રદ કરવાની (કવોશ કરવાની) માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. લાંગા  વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ કેસ બનતો હોય જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની બેન્ચે લાંગાની અરજી ફગાવી દીધી હતી. 


હાઇકોર્ટે નોંધ્યું હતું કે "...તત્કાલીન કેસમાં, તપાસ દરમિયાન તપાસ અધિકારી દ્વારા એકત્રિત કરવામાં આવેલી સામગ્રી પરથી, પ્રથમ દ્રષ્ટિએ અરજદાર ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં, તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આ તબક્કે અરજદારની તરફેણમાં કોર્ટ  અંતર્ગત સત્તાઓનો ઉપયોગ કરવો આ કોર્ટ દ્વારા યોગ્ય રહેશે નહીં. ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખીને, અરજી યોગ્યતાઓથી વંચિત હોવાથી, તેને ફગાવી દેવામાં આવે છે. નોટિસ રદ કરવામાં આવે છે."

(11:21 PM IST)