<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ધારાસભા સત્ર પ્રારંભઃ કોંગ્રેસના દેખાવોઃ કાલે બજેટ

વિદેશમાં ગુજરાતીઓને હેરાનગતિનો મુદો ઉઠાવતો વિપક્ષઃ ગૃહ આસપાસ સજ્જડ પોલીસ બંદોબસ્‍ત : રાજયપાલના પ્રવચન બાદ શોક ઠરાવઃ મનમોહસિંઘ અને દિવંગત ધારાસભ્‍યોને શ્રધ્‍ધાંજલી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ :.. આજથી ૧પ મી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયુ છે. રાજયના નાણા વિભાગ દ્વારા આગામી વર્ષ માટે બજેટની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી ગઇ છે. આજે સત્રના પ્રથમ દિવસે સવારે ગૃહના દ્વારે કોંગી ધારાસભ્‍યોએ અમેરિકામાં ગુજરાતીઓને હેરાનગતિ મુદ્‌્‌ે દેખાવો કર્યા હતાં.

રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ  આવતીકાલે અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. અત્રે એક વાત યાદ કરવી જરૂરી છે. પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાનો રેકોર્ડ કોઇ તોડી શકે તેવું દેખાતું નથી. વજુભાઇએ ૧૮ વખત બજેટ રજૂ કર્યુ હતું.

આ વખતે બજેટનું કદ રૂપિયા ૩ લાખ કરોડ જેટલુ રહેવાની ધારણા છે.

આ સત્રમાં વિપક્ષની સંખ્‍યાબળ નથી એટલે સત્રમાં ધાંધલ-ધમાલનો પ્રશ્ન બહુ રહેશે નહી આમ છતાં પોલીસ તંત્રનો બંદોબસ્‍ત પૂરતો કરવામાં આવી ગયો છે.

બીજી તરફ નજર કરીએ તો સત્તાધારી પક્ષના ધારાસભ્‍યોમાં નારાજગીનુ પ્રમાણ છે. છેલ્લા એક દશકાથી કોઇ બોર્ડ નિગમમાં ચેરમેન અગર ડાયરેકટરની વરણી કરવામાં આવી નથી આની અસર કેવી પડે છે. તે જોવાનું રહ્યું.

આજથી શરૂ થતુ વિધાનસભાનું બજેટ સત્ર આજે ૧ર વાગે ગૃહની કામગીરી શરૂ થયેલ. સૌ પ્રથમ રાજયપાલશ્રીના સંબોધન કરેલ.  બાદ ૧પ મિનીટનો વિરામ થયો હતો.  વિરામ બાદ રાજયપાલના સંબોધન બાદ રાજયપાલના સંબોધન માટેનો આભાર  પ્રસ્‍તાવ રજૂ થયેલ.

આજે રાજયપાલશ્રીના આભાર પ્રસ્‍તાવ બાદ શોક દર્શક ઉલ્લેખોની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં સૌ પ્રથમ ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહ કડીના ધારાસભ્‍ય કરશનભાઇ સોલંકી, વિધાનસભાના ઉપાધ્‍યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્‍ય શ્રી શંભુજી ઠાકોર ગુજરાત ટુરિઝમના પૂર્વ ચેરમેનશ્રી કમલેશ પટેલ અને નેમજીભાઇ કેમીયાના પરિવારને શ્રધ્‍ધાંજલી આપતા શોક ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. કાલે બપોરે બજેટ રજૂ થશે. (પ-૨૧)

(3:12 PM IST)