તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
વડોદરાના સાવલીમાં સ્કૂલમાં જતી સગીરા સાથે ખેતરમાં દુષ્કર્મ: ફોટો સોશિયલ મીડયામાં વાયરલ કરવાની આપી
આરોપીના મિત્રએ સગીરાનું મોઢું દબાવી અગાઉ પાડેલા ફોટા ફેસબુક ઉપર વાયરલ કરવાની ધમકી આપી: બીજી વખત પણ ઘરની નજીકમાં આવેલા ખેતરમાં સગીરાને બોલાવી ફરીથી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સ્કૂલમાં જતી સગીરાને ખેતરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમજ ફેસબુક ઉપર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા ભાદરવા પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં દુષ્કર્મની ઘટના બની છે. અનુસાર સાવલી જિલ્લાના તાડીયાપુરા ખાતે રહેતો સુરેશ સોલંકી સ્કૂલમાં જતી સગીરાને છેલ્લા છ માસથી તે સ્કૂલમાં જતી હોય ત્યારે તેનો અવારનવાર પીછો કરતો હતો. તેમજ સગીરાનું શારીરિક શોષણ કરતો હતો. એ સમયના કેટલાક ફોટો તેણે મોબાઇલમાં પાડી લીધા હતા.
આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સગીરાના ઘરની નજીકમાં આવેલા ખેતરમાં સગીરાને બોલાવી હતી. આરોપી સુરેશ તેમજ તેના મિત્રએ બાઇક ઉપર આવી સગીરા સાથે ખેતરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મમાં આચર્યુ હતું. આરોપીના મિત્રએ સગીરાનું મોઢું દબાવી અગાઉ પાડેલા ફોટા ફેસબુક ઉપર વાયરલ કરવાની ધમકી આપી હતી. બીજી વખત પણ ઘરની નજીકમાં આવેલા ખેતરમાં સગીરાને બોલાવી ફરીથી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા ભાદરવા પોલીસે આરોપી સુરેશ સોલંકી અને તેના મિત્ર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
