<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

અઠવાડીયુ હવામાન શુસ્ક રહેશે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાશે, દિવસનું તાપમાન ધીમે-ધીમે ઘટશેઃ હવામાન ખાતુ

અમદાવાદઃ ગઇકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ્સ પસાર થયા બાદ વધુ એક સિસ્ટમ ભારતમાં જોવા મળી રહી છે.

 હવામાન વિભાગના ડાયરેકટર, એ.કે. દાસે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે બદલાવ થવાની આશંકા સેવવામાં આવી નથી. જોકે, તાપમાન ધીરે ધીરે નીચું આવી શકે છે. તાપમાન ફોલિંગ ટેન્ડેન્સીમાં રહેશે. ડાયરેકટર એ.કે દાસે જણાવ્યું છે કે, પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે. ઉત્તર દિશામાં હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે.

જે બાદ પવનની દિશા ઉત્તર તરફની રહેશે. જેના કારણે તાપમાન ઘટવાનું અનુમાન છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

(3:23 PM IST)