તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલયમાં નેતાઓ લિફ્ટમાં અધવચ્ચે ફસાઈ ગયા :ફાયરને બોલાવીને બહાર કઢાયા
કોયલી, નંદેસરીના પેટ ચૂંટણીના વિજેતા સભ્યો, કરજણ નગરપાલિકાના જીતેલા 19 સભ્યો કાર્યાલય પહોચ્યા: 8 થી વધુ સભ્યો એક લિફ્ટમાં હોવાના કારણે ઓવરલોડ થઈ જતા લિફ્ટ અધવચ્ચે જ અટવાઈ

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયની લિફ્ટમાં ઓવર લોડને કારણે નેતાઓ ફસાઈ જવા પામ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલયમાં, નગરપાલિકામાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહમાં પહોચતા ઉમેદવારો કાર્યાલયની લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ગત વર્ષે જ ભાજપ કાર્યાલય વંદે કમલમનું લોકાર્પણ કરાયું હતું.
કોયલી, નંદેસરીના પેટ ચૂંટણીના વિજેતા સભ્યો, કરજણ નગરપાલિકાના જીતેલા 19 સભ્યો કાર્યાલય પહોચ્યા હતા. 8 થી વધુ સભ્યો એક લિફ્ટમાં હોવાના કારણે ઓવરલોડ થઈ જતા લિફ્ટ અધવચ્ચે જ અટવાઈ જવા પામી હતી. લિફ્ટમાં ફસાયેલા ભાજપના નેતાઓને બહાર કાઢવા માટે ફાયરને બોલાવવાની ફરજ પડી હતી
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
