News of Wednesday, 19th February 2025
ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ડૉ સંજય પટોળિયા અને ડૉ શૈલેષ આનંદનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
ગુજરાત મેડીકલ કાઉન્સિલની મીટીંગમાં 7 સભ્યોની કમિટીનો રીપોર્ટના આધારે લેવાયો નિર્ણય.

અમદાવાદ : ખ્યાતિ કાંડ મામલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલની મીટીંગમાં ખ્યાતિ હોસ્પિટલના બે ડોકટરના લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ખ્યાતી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ કાંડ સાથે સંકળાયેલ ડો. સંજય મુળજીભાઈ પટોળીયાનું M.B.B.S. અને M.S. (Surgery) નું લાયસન્સ 03 વર્ષ સસ્પેન્ડ કરાયું છે. જ્યારે ડો. શૈલેષકુમાર અમૃતલાલ આનંદનું M.B.B.S. અને D.C.M. નું લાયસન્સ 03 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
7 સભ્યોની કમિટીનો રીપોર્ટના આધારે નિર્ણય લેવાયો છે ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1) (બી) (આઈ) હેઠળ પગલાં લેવાયા છે. આ બન્ને ડોકટરોને તેમના લાયસન્સ ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં સરેન્ડર કરી દેવા માટે આદેશ કરાયો છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
