તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 19th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડના બે બેટ્સમેનોએ સદી ફટકારી:પાકિસ્તાનને જીતવા 321 રનનો ટાર્ગેટ આપ્યો
યંગ અને લાથમની સદી સિવાય ગ્લેન ફિલિપ્સે 39 બોલમાં 61 રન ફટકાર્યા; નસીમ શાહ અને હરિસ રઉફને બે-બે વિકેટ મળી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડના બે બેટ્સમેનોએ સદી ફટકારી પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા હતા. ઓપનર વિલ યંગ બાદ કેપ્ટન ટોમ લાથમે સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 320 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા 321 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
યંગ અને લાથમની સદી સિવાય ગ્લેન ફિલિપ્સે 39 બોલમાં 61 રન ફટકાર્યા હતા. નસીમ શાહ અને હરિસ રઉફને બે-બે વિકેટ મળી હતી, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 68 રન આપ્યા હતા ને એકપણ વિકેટ લઈ શક્યો ન હતો.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
