<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

વડોદરામાં શાળામાં લંપટ પીટી શિક્ષક ટીચિંગનાં બહાને વિદ્યાર્થિનીઓ સાથે કરતો શારીરિક અડપલાં

ઘટનાના વીડિયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી :નારાજ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો:શાળાએ પંથેશ પંચાલ નામનાં પીટી શિક્ષકને હાંકી કાઢ્યો

વડોદરામાંથી લંપટ પીટી ટીચરની કરતૂતો સામે આવી છે જેમાં પીટી ટીચરના પરાક્રમના પગલે શિક્ષણ જગત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે. વડોદરાની એક શાળામાં પીટી શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

   વડોદરા શહેરની હરણી વિસ્તારમાં આવેલી અંબે સ્કુલમાં આ ઘટનાએ સ્વરુપ લીધું હતું જેમાં નારાજ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. શાળાએ પંથેશ પંચાલ નામનાં પીટી શિક્ષકને હાંકી કાઢ્યો હતો

  . ધોરણ 8ની વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કર્યા હોવાની વાત સાથે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ પ્રતીક્ષા મેડમથી પણ વાલીઓ નારાજ જોવા મળ્યા હતા. પ્રિન્સિપાલનો વીડિયો પણ બનાવીને વાલીઓએ વાઇરલ કર્યો હતો. પ્રિન્સિપાલ પોતે ઉચ્ચાધિકારીના સગા હોવાની વાતો કરી હોવાનું બહાર આવ્યું હતું.

   PT શિક્ષક દ્વારા ફિઝિકલ ટીચિંગનાં બહાને વિદ્યાર્થિનીઓને બેડ ટચ કર્યા હતા. આખરે વિદ્યાર્થિનીઓએ વાલીને ફરિયાદ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. આ ઘટનાના વીડિયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

(9:10 PM IST)