News of Wednesday, 19th February 2025
ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ :ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
રાજસ્થાનથી દારુનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો: 49.26 લાખથી વધુની કિંમતની 21 હજાર 168 દારૂની બોટલો કબજે કરાઈ

અમદાવાદમાંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
પોલીસે દારુના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી દારુનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો થયો છે. 49.26 લાખથી વધુની કિંમતની 21 હજાર 168 દારૂની બોટલો કબજે કરાઈ છે. તેમજ દારૂ, સાયકલના ટાયર, ટ્રક મળી કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
