<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

રાજ્યમાં અચાનક વાતાવરણ બદલાયું, તાપમાન ઘટતા ઠંડીનું ધીમા પગલે આગમન :જાણો આજનું હવામાન

રાત્રે રાજ્યમાં તાપમાન અચાનક ઘટી ગયું:મોટાભાગના વિસ્તારોમાં ઠંડી ફરી વળી અને પારો અચાનક નીચે ગયો :ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં તાપમાનનો પારો સતત સતત વધી રહ્યો હતો. એવું લાગતું હતું કે રાજ્યમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. જોકે ગઈકાલે રાત્રે રાજ્યમાં તાપમાન અચાનક ઘટી ગયું. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી ફરી વળી અને પારો અચાનક નીચે ગયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

 

થોડા દિવસો સુધી ઉનાળા જેવી પરિસ્થિતિનો અનુભવ કર્યા પછી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. થોડા દિવસો સુધી તાપમાનમાં વધારો થયા બાદ ગઈકાલે તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે રાજ્યમાં હવામાન ધીમે ધીમે ગરમ થવા લાગશે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. માર્ચની શરૂઆતમાં હવામાન ફરી બદલાઈ શકે તેવી શક્યતા છે. આજે સવારે 10 વાગ્યા સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે બેવડી ઋતુ સર્જાશે.

 

નલિયાનું તાપમાન 3 ડિગ્રી ઘટીને 16.8 ડિગ્રી થયું હતું. આ સાથે મહુવા 16.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીરહેશે. અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, વડોદરા, વલસાડ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે.

(11:16 AM IST)