<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ગાંધીનગરમાં કારની રફતારનો કહેર: એક સાથે ત્રણ કાર અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત

ખ રોડ ઉપર આવેલા મહાત્મા મંદિર ખાતે ગમખ્વાર અકસ્માત:ત્રણેય કારનો ખુડદો બોલી ગયો : એક વ્યક્તિની ધરપકડ

ગાંધીનગર: ગાંધીનગર ખાતે મોડી રાત્રે એક સાથે ત્રણ કાર અથડાતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. બાકીના લોકોને સારવાર ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ પાલન કરવા છતા પણ લોકો બેફાન રીતે રોડ ઉપર કાર ચલાવતા નજર પડે છે. તેને લઈને કાલે રાત્રે ગાંધીનગર ખાતે એક સાથે ત્રણ કારનો ગમખ્યાર અકસ્માત થયો હતો.

પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને લઈને નાગરિકોને જાગૃતા કરાવતા કાર્યક્રમો કરવામાં આવે છે. પણ તેનો કોઈ પણ પ્રકારનો લોકોના ભાન આવતી નથી. અને તે પોતાના સાથે બીજાના જીવને પણ જોખમમાં મુકી દે છે. બસ આવો બનાવ કાલે રાત્રે ગાંધીનગર ખાતે ખ રોડ ઉપર આવેલા મહાત્મા મંદિર ખાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. તે અકસ્માત એટલો જોરદાર હતો કે એક સાથે ત્રણ કાર એક બીજા સાથે ટકરાઈ હતી. અને તેમાંથી એક વ્યક્તિ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ હતુ.
અકસ્માત એટલો જોરદાર હતો. કે એક સાથે ત્રણ કાર એક બીજા સાથે ટક્કર વાગી હતી. અને તેમાંથી એક વ્યક્તિ ઘટના સ્થળ પર મોત થયુ હતુ. જ્યારે અકસ્માત થયુ ત્યારે આસપાસના લોકો તેમની મદદ માડે દોડી આવ્યા હતા. અને જે લોકો ઈજા પહોંચી હતી. તેમને 108 મારફતે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના કેમેરા ચેક કરતા એક વ્યક્તિને ધરપકડ કરી હતી. અને તેને દારૂ પીધો હતો કે નહી તેની તપાસ કરી હતી. અને તેને રાત્રે જ પકડીને જેલ ભેગો કર્યો હતો.

(11:30 AM IST)