News of Friday, 21st February 2025
AMCના હેલ્થ વિભાગમાં જુનિયર ક્લાર્ક અને કેસ રાઈટરની જગ્યાઓની ભરતી : 8 જેટલા ટેન્ડર દ્વારા એક સરખો ભાવ !!
તમામ ટેન્ડરરના ભાવ એક સમાન આવતાં મ્યુનિસિપલ અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા અને છેવટે ચિઠ્ઠી ઉછાળીને કામ સોંપવાનું નક્કી કરાયું

અમદાવાદ : અમદાવાદ મનપા દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા માટે છેલ્લાં કેટલાંક સમયથી કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે.મનપાના હેલ્થ વિભાગમાં જુનિયર ક્લાર્ક અને કેસ રાઈટરની જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટર મારફતે 200 કર્મચારીઓની નિમણુંક માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં 8 જેટલા ટેન્ડરર દ્વારા એક સરખો ભાવ ભરતાં છેવટે ચિઠ્ઠી ઉછાળીને ત્રણ એજન્સીને આ કામગીરી સોંપવાનું નક્કી કરાયું છે. જેમાં અલ્ટ્રામોર્ડન એજન્સી, એ.બી. એન્ટરપ્રાઈઝ અને ઓમ એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વિસ ચાર્જ મિનિમમ નક્કી કરતાં તમામ 8 એજન્સીઓએ મિનિમમ સર્વિસ ચાર્જ ભરતાં તમામ ટેન્ડરરના ભાવ એક સરખા આવ્યા હતા.
આમ, તમામ ટેન્ડરરના ભાવ એક સમાન આવતાં મ્યુનિસિપલ અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા અને છેવટે ચિઠ્ઠી ઉછાળીને કામ સોંપવાનું નક્કી કરાયું હતું. આ પ્રકારે ચિઠ્ઠી ઉછાળતાં ત્રણ પાર્ટીના નામ નીકળતાં ત્રણેય પક્ષકારોને કામની વહેંચણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિવિધ અર્બન હેલ્થ સેન્ટર સહિતની જગ્યાઓ પર 100 જુનિયર ક્લાર્ક અને 100 કેસ રાઇટરને કોન્ટ્રાક્ટ પર લેવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં 8 એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાં તમામમાં મિનિમમ સર્વિસ ચાર્જ 3.25 ટકા રાખવાનો નિર્ણય કરાયો હતો. તેને કારણે તમામ એજન્સીઓએ મિનિમમ સર્વિસ ચાર્જ જુનિયર ક્લાર્કમાં 843 અને કેસ રાઇટરમાં 767 જેટલો ભર્યો હતો.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
