તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગુજરાતની પ્રજાની પરેશાનીનો પાર નહિ, બજેટ છેતરામણું : મનિષ દોશી

અમદાવાદ, તા. ર૧ : રાજયના બજેટ અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે સમગ્ર બજેટમાં માનવ સુચકાંક અંગે મૌન સેવવામાં આવ્યું છે. એકતરફ વિકાસની અનેક વાતો મોટા આંકડાઓ સાથે રજુ કરવામાં આવે છે અને બીજીબાજુ ગુજરાત સરકારના ખુદના આંકડા દર્શાવે છે કે ગરીબ પરિવારની સંખ્યામાં સતત ઉમેરો થતો જોયા. સ્થાનિક રાહત માટેની કોઈ નક્કર જાહેરાત નથી. મોંઘુ શિક્ષણ બાદ રોજગારની ઘટતી જતી તકો, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, એ ભાજપ સરકારની સિધ્ધી છે. ફીક્ષ પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોની મોટા પાયે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ગુજરાતની તાકાત નાના અને મધ્યમ કદના ઉદ્યોગ છે બીજી બાજુ ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો મળતઃ પ્રાય સ્થિતિમાં ધકેલાઈ ગયા છે. જી.આઈ.ડી.સી.માં ૪૫ ટકા જેટલા યુનિટોને તાળા વાગી ગયા છે. ભાજપા સરકારની નિતિ ખેડૂત-ખેતી અને ગામડાને અન્યાયકર્તા છે ખેડૂતો સતત આર્થિક દેવામાં ધકેલાઈ રહ્યાં છે. નાના ખેડૂતો જમીનો ગુમાવી રહ્યા છે. ખેતમજુરોની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે. ખેતીનો ખર્ચ સતત વધતો જાય છે અને આવક ઘટતી જાય છે. જેના માટે સરકાર માત્ર વાયદાના વેપાર કરી રહી છે. નારીશક્તિના નામે મતની રાજનિતિ કરનાર ભાજપા સરકારમાં મહિલાઓ મોંઘવારીના મારથી પીડાઈ રહી છે. નારી સુરક્ષાએ ગુજરાતમાં ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે, ભાજપ સરકાર દ્વારા વધુ એક બજેટ ગુજરાતની જનતા સાથે છેતરપીંડી કરનારું છે.(
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
